બેંકોમાં નાણાંની લેવડદેવડ કરતા ગ્રાહકોને ટાર્ગેટ કરતી આંતરજિલ્લા ચીટીંગ ગેંગના એક સક્રિય સભ્યને પકડવામાં સુરત શહેરની લિંબાયત પોલીસને મોટી સફળતા મળી છે. વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર દિવસ પૂર્વે બનેલી રૂપિયા ૨ લાખની સનસનાટીભરી લૂંટ અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપી યોગેશ ઉર્ફે રાહુલ નામદેવ પાટીલને પોલીસે સુરતમાંથી ઝડપી પાડ્યો છે.
કાગળના બંડલ પર 500ની નોટ મૂકી છેતર્યો
આ ગુનાની ચોંકાવનારી વિગતો એવી છે કે, ચાર દિવસ પહેલા વડોદરાના મકરપુરા GIDC પાસે આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (Union Bank of India) માં એક ગ્રાહક પોતાના ખાતામાં રૂપિયા ભરવા માટેની સ્લીપ ભરી રહ્યો હતો. આ સમયે આરોપી યોગેશ પાટીલ અને તેના અન્ય ત્રણ સાગરીતો બેંકમાં રેકી કરી રહ્યા હતા. આ ટોળકીએ સ્લીપ ભરી રહેલા વ્યક્તિને વાતોમાં વળગાડ્યો હતો.આરોપીઓએ પોતાની પાસે રહેલા એક રૂમાલમાં કાગળના ટુકડાઓનું બંડલ બાંધેલું રાખ્યું હતું, જેની ઉપર માત્ર એક જ ૫૦૦ રૂપિયાની અસલ નોટ દેખાતી હતી જેથી સામેવાળાને તે મોટી રકમ લાગે. આ નકલી બંડલ બતાવી, ગ્રાહકનું ધ્યાન ભટકાવીને તેની પાસે રહેલા અસલ રોકડા રૂપિયા 2,00,000Surat: સચિન GIDC માંથી મોબાઇલ ચોર ઝડપાયો, પોલીસે વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો/- (બે લાખ) નજરચૂકવીને આંચકી લીધા હતા અને ચારેય ઠગબાજો ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. આ અંગે માંજલપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
