સુરતમાં મગદલ્લાથી હજીરા વચ્ચે યોજાયેલી બોટ સ્પર્ધા દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી. સ્પર્ધામાં ભાગ લઈ રહેલી નાવિકોની એક બોટ અચાનક દરિયાના મોજામાં પલટી ગઈ હતી, જેને પગલે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ભારે મોજાને કારણે બોટ પલટી
સુરતના મગદલ્લા દરિયા કિનારેથી હજીરા સુધીની બોટ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધા જ્યારે પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે અચાનક સંતુલન બગડતા નાવિકોની એક બોટ પલટી ખાઈ ગઈ હતી. બોટ પલટતાની સાથે જ તેમાં સવાર તમામ નાવિકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.










