સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છ કરોડ રૂપિયાના હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો ભંડાફોડ થયો છે. સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે ચેન્નાઈ ખાતેથી મુખ્ય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડીલરને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
પોલીસે થાગા સીની સીકંદરને ઝડપી પાડી પાડ્યો
પોલીસે આરોપી થાગા સીની સીકંદરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આરોપીઓ વિદેશથી હાઈબ્રીડ ગાંજો ટ્રોલીબેગમાં ખાસ બનાવેલા ગુપ્ત ખાનામાં છુપાવી લાવતા હતા.
એરપોર્ટના સ્કેનિંગ દરમિયાન ગાંજો છુપાવવા ટેક્નિક
તપાસમાં બહાર આવ્યું છે કે ટ્રોલીબેગના અંદરના ભાગમાં કાર્બન પેપર તેમજ ખાસ પ્રકારની કોથળીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેથી એરપોર્ટના સ્કેનિંગ દરમિયાન ગાંજાનો જથ્થો નજરે ન પડે. આ જ તેમની મુખ્ય મોડસ ઓપરેન્ડી હતી.
અન્ય આરોપીઓની તપાસ
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે આ રેકેટ આંતરરાષ્ટ્રીય સ્તરે સંકળાયેલું હોવાની આશંકા છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
ગાંજાની કિંમત અંદાજે છ કરોડ રૂપિયા
પોલીસ દ્વારા જપ્ત કરાયેલ ગાંજાની કિંમત અંદાજે છ કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીથી શહેરમાં ચાલી રહેલી નશાના ગેરકાયદેસર વેપાર વિરુદ્ધ કડક સંદેશો ગયો છે.
આ પણ વાંચો---- Surat : બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસમાં નવો વળાંક, મહિલાના માનસિક ત્રાસથી બદનામીના ભયે બિલ્ડરે કર્યો હતો આપઘાત