સુરતના જાણીતા બિલ્ડર તુષાર ગેલાણીના આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. સમગ્ર કેસની પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

પૂનમબેન નામની મહિલા દ્વારા તુષારભાઈને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી

પ્રાથમિક તપાસ મુજબ, પરિવારજનો અને કર્મચારીઓના નિવેદનો બાદ બે મુખ્ય કારણો સામે આવ્યા છે. જેમાં પૂનમબેન નામની મહિલા દ્વારા તુષારભાઈને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી માનસિક રીતે પરેશાન કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ છે. બદનામીના ભયને કારણે તેઓ ભારે તણાવમાં હતા.

'બ્લૂ પેપિલોન' માં ભાગીદારીનો વિવાદ ચાલતો હતો

આ ઉપરાંત, તુષાર ગેલાણી અને પૂનમબેન વચ્ચે 'બ્લૂ પેપિલોન' માં ભાગીદારીનો વિવાદ ચાલતો હોવાનું બહાર આવ્યું છે. નાણાકીય લેવડદેવડ અને ભાગીદારીના મુદ્દે મતભેદ હતા. પોલીસના જણાવ્યા મુજબ, સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતા તુષારભાઈ સતત માનસિક તણાવમાં રહ્યા હતા.

પરિવારના સભ્યો, એકાઉન્ટન્ટ અને ડ્રાઈવર સહિત કુલ 6 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા

પોલીસ દ્વારા અત્યાર સુધીમાં પરિવારના સભ્યો, એકાઉન્ટન્ટ અને ડ્રાઈવર સહિત કુલ 6 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. હવે પૂનમબેન અને તેમના અન્ય સહયોગીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરાશે.

કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે

એસીપી ઝેડ આર દેસાઈએ જણાવ્યું કે, તમામ પુરાવાઓ એકત્રિત કર્યા બાદ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર કેસની તપાસ તેજ ગતિએ ચાલી રહી છે.


આ પણ વાંચો----     Amreli : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપ્યું, તપાસ દરમિયાન યુવરાજસિંહની ગાડી પર હુમલો કરાયો હોવાનો આરોપ