સુરતની નામાંકિત SVNIT (સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) ના એક તેજસ્વી વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા શૈક્ષણિક જગતમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા યોગેશકુમાર નામના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ અભ્યાસના ભારે દબાણને કારણે આ પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.
સુરતમાં SVNITના વિદ્યાર્થીનો આપઘાત
મૃતક વિદ્યાર્થી યોગેશકુમાર સુરતના ઉમરા ગામ વિસ્તારમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તે SVNIT માં મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસક્રમ સાથે જોડાયેલો હતો. ગતરોજ તેણે પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.










