સુરત શહેરમાં આપઘાતની એક એવી ઘટના સામે આવી છે જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. મહાનગરપાલિકા (SMC) ના સુમન આવાસમાં એક માતાએ પોતાના 5 વર્ષના માસૂમ પુત્ર સાથે 14 માં માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ કરૂણ ઘટનામાં પુત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે સારવાર હેઠળ રહેલી માતાએ પણ દમ તોડી દેતા હવે આ મામલે રહસ્ય ઘેરાયું છે.


સુરતમાં માતા-પુત્રનો આપઘાત

સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્મિત સુમન આવાસના 14માં માળેથી એક મહિલાએ તેના 5 વર્ષના પુત્રને સાથે રાખી અગમ્ય કારણોસર પડતું મૂક્યું હતું. ઉંચાઈ પરથી નીચે પટકાતા જ માસૂમ પુત્રનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાને ગંભીર હાલતમાં તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ મહિલાને બચાવવા માટે સતત પ્રયત્નો કર્યા હતા, પરંતુ જીવન-મરણ વચ્ચેની જંગમાં અંતે માતાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સાથે જ આ દુર્ઘટનામાં કુલ બે જીવ ગુમાવાયા છે.

ઓળખ માટે પોલીસની મથામણ

પોલીસની પ્રાથમિક તપાસમાં એક ચોંકાવનારી વિગત બહાર આવી છે કે, આ માતા અને પુત્ર તે સુમન આવાસના રહેવાસી નહોતા. તેઓ અન્ય કોઈ વિસ્તારમાંથી અહીં આવ્યા હતા અને બિલ્ડિંગ પર ચઢી આ અંતિમ પગલું ભર્યું હતું.પોલીસ હજુ સુધી માતા અને પુત્રની ઓળખ કરી શકી નથી.આસપાસના સીસીટીવી ફૂટેજ અને ગુમ થયેલા વ્યક્તિઓની માહિતીના આધારે ઓળખ મેળવવાના પ્રયાસો ચાલુ છે.


આ પણ વાંચો: વશીયાર ઓવરબ્રિજ પર એક મોપેડ પર વિદ્યાર્થીઓના સ્ટંટ, વીડિયો વાયરલ થતા પોલીસે વાલીઓ પાસે મંગાવી માફી



  • Follow us on: