સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આજકાલના યુવાનો પોતાના જીવના જોખમે સ્ટંટ કરતા અચકાતા નથી. આવો જ એક કિસ્સો વલસાડના વશિયાર ગામે સામે આવ્યો છે, જ્યાં એક મોપેડ પર પાંચ વિદ્યાર્થીઓ સવાર થઈ જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે તાત્કાલિક એક્શન લીધા છે.
વિદ્યાર્થીઓના જોખમી સ્ટંટ
વલસાડ નજીક વશિયાર ગામના ઓવરબ્રિજ પર કેટલાક વિદ્યાર્થીઓએ ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. સામાન્ય રીતે મોપેડ (સ્કૂટર) પર બે વ્યક્તિની મર્યાદા હોય છે, પરંતુ આ કિસ્સામાં એક જ મોપેડ પર પાંચ વિદ્યાર્થીઓ સવાર થયા હતા. આટલું ઓછું હોય તેમ, ચાલુ મોપેડ પર તેઓ જોખમી સ્ટંટ કરી રહ્યા હતા અને તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.










