સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડિસ્પોઝલ સાઈટ પર લાગેલી ભીષણ આગને પગલે આસપાસના રહીશોની હાલત કફોડી થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી લાગેલી આગ હવે ધીમી તો પડી છે, પરંતુ તે વારંવાર ભભૂકી ઉઠતી હોવાથી તંત્ર માટે તે માથાના દુખાવા સમાન બની ગઈ છે.
ખજોદ વિસ્તારમાં ધુમાડાથી લોકોની હાલત બેહાલ
આગના કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ઘટ્ટ ગોટા છવાઈ ગયા છે, જેના લીધે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યા છતાં, કચરાના ઢગલામાં લાગેલી આગ અંદરખાને સળગતી હોવાથી ધુમાડો શમવાનું નામ નથી લઈ રહ્યો.
