ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ એક ચોક્કસ બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન પર દરોડા પાડીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. હઝરત નિઝામુદ્દીનથી દાદર જતી ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક મહિલા પાસેથી અંદાજે 30 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવતા રેલવે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
સુરત રેલવે સ્ટેશન પર દરોડા
DRI ની ટીમને માહિતી મળી હતી કે એક મહિલા મોટા પ્રમાણમાં પ્રતિબંધિત કેફી દ્રવ્યોનો જથ્થો લઈને ટ્રેન મારફતે જઈ રહી છે. વોચમાં રહેલી ટીમે સુરત સ્ટેશન પર ટ્રેન આવતા જ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નાસિકની રહેવાસી મેલિયોરા ચિગોઝી હેનરી ઉઝોર નામની મહિલાના સામાનમાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું.










