શહેરના એક રહીસી વિસ્તારમાં હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન 'પ્રસાદ'નો ઉપયોગ કરીને એક આખા પરિવારને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાવતરા પાછળ બીજું કોઈ નહીં પણ ઘરની બાજુમાં જ રહેતી એક પાડોશી મહિલા હોવાનો પર્દાફાશ થયો છે.

પરિવારને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ 

સુરતમાં રહેતા એક પરિવારને ખતમ કરવાના ઈરાદે પાડોશમાં રહેતી ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી નામની મહિલાએ ખતરનાક પ્લાન ઘડ્યો હતો. ઉષાબેને પ્રસાદીના લાડુમાં ઝેર ભેળવીને પડોશી પરિવારને આપ્યા હતા. પરિવારના સભ્યો આ લાડુ પ્રસાદી સમજીને ખાઈ લે અને તેમનું મોત નીપજે તેવો ક્રૂર ઈરાદો આ પાછળ છુપાયેલો હતો.

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

આ મામલે ગંભીર નોંધ લેતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે કાવતરાનો છેડો પાડોશમાં જ રહેતી ઉષાબેન નાકરાણી સુધી પહોંચ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઉષાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો: Surat: પાંડેસરામાં 18 વર્ષ જૂના વિશ્વાસુ સુપરવાઇઝરે પેપર વેપારી સાથે 11 લાખની છેતરપિંડી આચરી