સુરતના પુણા વિસ્તારમાં આવેલા એક મોલમાં ચાલતી શંકાસ્પદ ડ્રગ્સ લેબના મામલે SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસે તપાસનો દોર તેજ કર્યો છે. આ કેસમાં લેબની સંચાલક ઇશા અરણધણની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. મહત્વની વાત એ છે કે જ્યારે પોલીસ તપાસ ચાલુ હતી, ત્યારે ઇશા કોઈ પણ પૂર્વ જાણકારી આપ્યા વગર દિલ્હી જતી રહી હતી, જેના કારણે પોલીસની શંકા વધુ દ્રઢ બની છે. હવે તે દિલ્હીથી પરત ફરી રહી હોવાની માહિતી મળતા જ SOG પોલીસે આજે તેની આકરી પૂછપરછ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.


સુરત SOGનો ગાળિયો કસાયો

પોલીસ દ્વારા ઇશા અરણધણને લેબના સંચાલન માટેના જરૂરી લાયસન્સ, પરમિટ અને તમામ ટેકનિકલ ડોક્યુમેન્ટ્સ સાથે હાજર રહેવા કડક તાકીદ કરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે મોલમાં આ લેબ ચલાવવા પાછળનો હેતુ શું હતો અને ત્યાં કયા પ્રકારના કેમિકલ્સ કે પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જો પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબો નહીં મળે અથવા દસ્તાવેજોમાં કોઈ વિસંગતતા જણાશે, તો પોલીસ દ્વારા આ કેસમાં ધરપકડ સહિતની કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : Morbi માં માનવતા શરમાઈ, બે દિવ્યાંગ મહિલાઓ પર દુષ્કર્મ આચરનાર બે નરાધમો ઝડપાયા

  • Follow us on: