સુરત જિલ્લાના કીમ પૂર્વ વિભાગમાં આવેલ કુડસદ વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. કુડસદની મુન્ના એજન્સીમાં જવાના માર્ગ પર વહેલી સવારે એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું હતું. વહેલી સવારે આ માર્ગ પરથી પસાર થતા સ્થાનિક લોકોની નજર આ મૃત શિશુ પર પડતાં જ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક આ અંગેની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા જ કીમ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.


પોલીસે શિશુ કોણ ફેંકી ગયું તે શોધખોળ શરૂ કરી

પોલીસે મૃત હાલતમાં મળી આવેલા નવજાત શિશુનો કબજો લઈને તેને કાયદેસરની કાર્યવાહી માટે ખસેડ્યું હતું. પોલીસે હવે એ દિશામાં શોધખોળ શરૂ કરી છે કે આ મૃત શિશુને અહીં કોણ ફેંકી ગયું છે. આ શિશુના માતા-પિતા કોણ છે અને તેમણે કયા સંજોગોમાં આ પગલું ભર્યું હશે, તે જાણવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવા સહિતની સઘન તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: