સુરતના પાલ વિસ્તારમાંથી સગીર વયની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાની હૃદયદ્રાવક ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. પાલ પોલીસ મથકના સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી દિલશાન મજુભાઇ ડોડીયારને ઝડપી પાડ્યો છે.
બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
મળતી માહિતી મુજબ, આરોપી દિલશાન સગીર વયની બાળકીને લલચાવી-ફોસલાવીને સુરતથી તેનું અપહરણ કરી ગયો હતો. તે બાળકીને સુરતથી છેક દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે લઈ ગયો હતો. ત્યાં તેણે નાબાલિક બાળકીની મરજી વિરુદ્ધ તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.










