સુરત શહેરમાં ફોરેન કરન્સી એક્સચેન્જ, બિટકોઈન, શેરબજાર અને ડિજિટલ અરેસ્ટના નામે થતી લાખો-કરોડોની સાયબર છેતરપિંડીની ઘટનાઓને અટકાવવા માટે પોલીસ પ્રશાસને કમર કસી છે. સાયબર માફિયાઓના આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય નેટવર્કને નેસ્તનાબૂદ કરવાના આશયથી સુરત પોલીસ કમિશનરના નેતૃત્વમાં એક વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ICAI ભવન ખાતે યોજાઈ સાયબર મીટ
શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા આઈસીએઆઈ (ICAI) ભવન ખાતે આ ખાસ સાયબર મીટનું આયોજન થયું હતું. આ બેઠકમાં સૌથી મહત્વની બાબત એ રહી કે તેમાં માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ સાયબર ગુનામાં કડીરૂપ બનતી વિવિધ અગ્રણી બેંકોના મેનેજર્સ અને અગ્રણી મોબાઈલ ટેલિકોમ કંપનીઓના નોડલ ઓફિસર્સ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને સાયબર સેલનો સ્ટાફ ખાસ હાજર રહ્યો હતો.
