સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને વરાછા જેવા ગીચ વિસ્તારોમાં DCP, ACP અને PI કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ જાતે રસ્તા પર ઉતરીને પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આધુનિક અભિગમ અપનાવતા પોલીસ જવાનો ઈ-સ્કૂટર દ્વારા સાંકડી ગલીઓમાં પણ નજર રાખી રહ્યા છે, જેથી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિને અટકાવી શકાય.


સુરત સુરક્ષાના કિલ્લામાં ફેરવાયું

પોલીસ દ્વારા માત્ર વાહન પેટ્રોલિંગ જ નહીં, પરંતુ ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય ચાર રસ્તાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં બેરિકેટ્સ લગાવીને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ' ના કિસ્સાઓ રોકવા માટે બ્રેથ એનાલાઈઝર સાથે પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે. નશો કરીને વાહન ચલાવતા કે જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે, જેથી નાગરિકો નિર્ભય બનીને ઉત્સવ માણી શકે.

આ પણ વાંચો : Bhavnagar News : પાલીતાણામાં SOG ના દરોડા, પ્રોવિઝન સ્ટોરની આડમાં ચાલતું પ્રતિબંધિત ઇન્જેક્શનનું નેટવર્ક ઝડપાયું

  • Follow us on: