માંગરોળ તાલુકાના હથોડા ગામે મોડી રાત્રે ગૌવંશ કતલની બાતમીના આધારે દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર થયેલા હિંસક હુમલાના કેસમાં પોલીસે વળતો પ્રહાર કર્યો છે. જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે ઓપરેશન પાર પાડી હથોડા ગામેથી 21થી વધુ હુમલાખોરોને રાઉન્ડઅપ કર્યા છે અને તેમની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.
સુરતમાં પોલીસ પર હુમલો કરનારા ઝડપાયા
પોલીસ પર હુમલો કરનારા અસામાજિક તત્વોમાં કાયદાનો ભય જળવાઈ રહે તે માટે પોલીસે પકડાયેલા આરોપીઓનો હથોડા ગામમાં પોલીસના મોટા કાફલાની હાજરીમાં આરોપીઓને જાહેરમાં ફેરવીને પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ખાખી પર હાથ ઉપાડનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.










