શહેરમાં સાયબર માફિયાઓ હવે નવા-નવા પેંતરા અજમાવી રહ્યા છે. તાજેતરમાં સુરતના સિંગણપોર વિસ્તારમાં RTOના નામે એક મોટી છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક જાગૃત નાગરિકને ઈ-ચલણના બહાને લૂંટી લેવામાં આવ્યો છે.
RTOના નામે એક મોટી છેતરપિંડી
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવકના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે તેનું RTO ઈ-ચલણ બાકી છે. આ મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી હતી જે જોવામાં એકદમ અસલી નોટિસ જેવી લાગતી હતી. જેવી યુવકે આ બનાવટી નોટિસ (Fake Notice) ઓપન કરી, કે તરત જ તેના બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ ₹1.06 લાખ ઉપડી ગયા હતા.
