સુરતના જાણીતા ટેક્સટાઇલ માર્કેટમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે. સરોલી વિસ્તારમાં વેપાર કરતા એક કાપડ વેપારીને તેમના જ વિશ્વાસુ મેનેજરે અન્ય બે શખ્સો સાથે મળીને રૂપિયા 1.40 કરોડનો ચૂનો લગાવ્યો છે. આ મામલે સરોલી પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે.
વિશ્વાસ કેળવીને ખેલ ખેલાયો
પ્રાપ્ત વિગતો મુજબ, ઠગબાજોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ છેતરપિંડી આચરી છે. શરૂઆતના તબક્કે વેપારી સાથે નિયમિત વ્યવહાર રાખીને તેમનો ગાઢ વિશ્વાસ કેળવ્યો હતો. જ્યારે વેપારીને તેમના પર પૂરો ભરોસો બેસી ગયો, ત્યારે મેનેજર અને તેના બે સાથીદારોએ મળીને મોટું ફલેકું ફેરવ્યું હતું અને કરોડોની મતા ઓળવી ગયા હતા.
