સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલા જુનાગામના ડેરી ફળીયામાં એક સનસનીખેજ હત્યાનો મામલો સામે આવ્યો છે. સામાન્ય ગણાતી જમવાની બાબતમાં થયેલા ઝઘડાએ લોહીયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હજીરા પોલીસે આ મામલે સઘન તપાસ કરી હત્યા કરી ફરાર થઈ ગયેલા બે શખ્સોને પંજાબથી દબોચી લીધા છે.
સામાન્ય બાબતે ઝઘડો હત્યામાં પરિણમ્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક શેરાસિંગ હરભજન સિંગ અને પકડાયેલા બંને આરોપીઓ પંજાબથી રોજગારી માટે સુરત આવ્યા હતા. તેઓ હજીરાની એક ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા અને મેહુલકુમાર પટેલના મકાનમાં ભાડેથી સાથે રહેતા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ મિત્રો વચ્ચે અવારનવાર નાની-નાની વાતોમાં ઝઘડા થતા હતા. ગત 17 જાન્યુઆરી 2026 ના રોજ સાંજે જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે ઝઘડો ઉગ્ર બન્યો હતો, જે અંતે હત્યામાં પરિણમ્યો હતો.










