સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતી કંપની SITCO સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવમાં SITCO કંપનીના વાહન ચાલકોની ઘોર બેદરકારી અને નિયમ ભંગની માનસિકતા સ્પષ્ટ રીતે સામે આવી છે. તાજેતરમાં, SITCO કંપનીની એક પિકઅપ વાન રોંગ સાઈડમાં આવતી સુરતના ટ્રાફિક વિભાગના ધ્યાને આવી હતી. આ ઘટના ખુદ સુરતના ટ્રાફિક DCPના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ટ્રાફિક વિભાગે કંપનીની પિકઅપ વાનને મેમો ફટકાર્યો હતો.
ડ્રાઇવરનો બેફામ જવાબ
જ્યારે ડ્રાઇવરને રોંગ સાઈડમાં આવવાનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે તેણે અત્યંત બેફામ અને જવાબદારી વગરનો જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે, "મારા સાહેબ પણ આ સાઈડથી જ આવે છે," જે દર્શાવે છે કે કંપનીમાં ઉચ્ચ સ્તરે પણ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને પ્રોત્સાહન આપવામાં આવે છે. ડીસીપીના ધ્યાને આ ગંભીર ઉલ્લંઘન આવતા કંપનીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા હવે મોટી કંપનીઓના વાહનો દ્વારા થતા નિયમ ભંગ સામે કડક વલણ અપનાવવામાં આવે તેવી શક્યતા છે.
