સુરત શહેરના વિકાસ માટે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સુરત મનપાના ઇતિહાસમાં આ સૌથી મોટા કદનું બજેટ છે. કુલ રૂ. 10,593 કરોડના આ બજેટમાં શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
સુરત મનપાનું ડ્રાફ્ટ બજેટ રજૂ
ગત વર્ષના રૂ. 10,004 કરોડના બજેટની સરખામણીએ આ વર્ષે રૂ. 589 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. સુરતવાસીઓ માટે સૌથી સારા સમાચાર એ છે કે બજેટમાં કોઈપણ પ્રકારના નવા કરવેરા કે કર દરમાં વધારો સૂચવવામાં આવ્યો નથી.સુરત મનપાએ આર્થિક શિસ્ત જાળવી રાખીને અંદાજિત રૂ. 257 કરોડનું રેવન્યુ સરપ્લસ ધરાવતું બજેટ રજૂ કર્યું છે.










