સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રખડતા કૂતરાઓએ 9 વર્ષના માસૂમ બાળક પર અચાનક હુમલો કરી દેતા અરેરાટી વ્યાપી ગઈ છે. બાળક જ્યારે રમી રહ્યું હતું ત્યારે એકાએક કૂતરાઓના ટોળાએ તેને ઘેરી લીધું હતું અને હિંસક હુમલો કર્યો હતો. શ્વાનોએ બાળકના હાથના ભાગે મજબૂત બચકા ભરી લેતા બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું. બાળકની બૂમાબૂમ સાંભળીને આસપાસના રહીશો અને સોસાયટીના વોચમેન તાત્કાલિક દોડી આવ્યા હતા અને મહામુસીબતે બાળકને કૂતરાઓના ચુંગાલમાંથી છોડાવ્યું હતું.


તંત્ર સામે રહીશોનો ભારે આક્રોશ

હુમલામાં ઘાયલ થયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે વેસુના રહીશોમાં સુરત મહાનગરપાલિકા વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં રખડતા કૂતરાઓના ત્રાસમાંથી મુક્તિ મળતી નથી. આ પહેલા પણ અનેકવાર બાળકો અને વૃદ્ધો શ્વાનનો શિકાર બની ચૂક્યા છે, ત્યારે તંત્ર હવે કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો : Amreli News : સાવજની ત્રાડથી થરથર્યું ગામ, મધરાતે શિકારની શોધમાં નીકળેલા સિંહોના CCTV દ્રશ્યો વાયરલ

  • Follow us on: