દક્ષિણ ગુજરાતની જાણીતી સહકારી સંસ્થા સુમુલ ડેરી (સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ) દ્વારા સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર આપવામાં આવ્યા છે. સુમુલ ડેરીએ ગત નાણાકીય વર્ષના અંતે પશુપાલકોને અપાતા બોનસમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે.
ભાવની ગણતરી અને વધારો
સુમુલ ડેરી દ્વારા ગત નાણાકીય વર્ષ દરમિયાન પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલોફેટ 870 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. ત્યારબાદ, BCU (Bulk Cooling Unit) ફેટફેર પેટે અંદાજિત 30 રૂપિયા પ્રતિ કિલોફેટ આપવામાં આવ્યા હતા. હવે, ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલા 120 રૂપિયાના બોનસ સાથે, પશુપાલકોને મળતી કુલ રકમ પ્રતિ કિલોફેટ 1020 રૂપિયા થશે.
