સુરત શહેરની એપલ હોસ્પિટલમાં દાખલ થયેલી 10 વર્ષીય ધ્રુવી રાકેશ પવાર નામની બાળકીનું ઓપરેશન બાદ મોત નિપજ્યું છે. મૃતક બાળકીના પરિવારે તબીબોની બેદરકારીને કારણે તેનું મૃત્યુ થયાનો ગંભીર આક્ષેપ કર્યો છે.


અકસ્માતમાં બાળકીના પગમાં ફ્રેક્ચર થયું હતું

પ્રાપ્ત વિગતો અનુસાર, બાળકી અને તેની માતા મોપેડ પર જતી હતી તે વખતે સામ-સામે બે મોપેડ અથડાતાં સામાન્ય અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાળકીના પગમાં ફ્રેક્ચર થયું હતું,

ઓપરેશન બાદ તરત જ તે કોમામાં જતી રહી

 તેને એપલ હોસ્પિટલમાં ઓપરેશન માટે ખસેડવામાં આવી હતી. પરિવારે આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં દાખલ થયેલી બાળકી હસતી-હસતી ઓપરેશન માટે ગઈ હતી, પરંતુ ઓપરેશન બાદ તરત જ તે કોમામાં જતી રહી હતી

ત્રણ તબિબો સામે ફરિયાદ

પરીવારના આરોપ મુજબ આ ઘટનામાં તબીબોની બેદરકારી મુખ્ય કારણ છે. પરિવારે ખટોદરા પોલીસ મથકમાં ડૉ. નિહાર મયાણી, ડૉ. નીતિન વીરેન્દ્ર દવે અને ડૉ. પ્રણવ ટક્કર (હોસ્પિટલ માલિક) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અરજીના આધારે તપાસ શરૂ

પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને અરજીના આધારે તપાસ શરૂ કરી છે. 

પરિજનોના આક્ષેપ પર હોસ્પિટલ સંચાલકનું નિવેદન

આ મામલે હોસ્પિટલ સંચાલક પ્રણવ ઠાકરે જણાવ્યું હતું કે ડૉક્ટરો પર આરોપ લગાવવા તદ્દન ખોટા છે અને મોતનું સાચું કારણ PM રિપોર્ટ બાદ ખબર પડશે અને સ્ટેશનનું ઇન્જેક્શન આપનાર ડોક્ટર નીતિ દેસાઈ અનુભવી ડોક્ટર છે . બાળકીને એનેથેસિયાનું ઇન્જેક્શન અપાયું હતું. પરિવાર માટે દુઃખદ ઘટના છે 

આ પણ વાંચો-----    Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

  • Follow us on: