સુરતના અમરોલી વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. અહીં આલુપુરી લેવા ગયેલી એક 11 વર્ષની માસૂમ બાળકીની છેડતી કરવા બદલ પોલીસે આધેડ વયના દુકાનદારની ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, અમરોલી વિસ્તારમાં રહેતી 11 વર્ષીય બાળકી નજીકની દુકાને આલુપુરી લેવા માટે ગઈ હતી. આ સમયે દુકાનદાર દિનેશ જીવરાજભાઈ રામાણીએ બાળકી એકલી હોવાનો લાભ ઉઠાવ્યો હતો. દુકાનમાં કોઈ ગ્રાહક ન હોવાથી નરાધમ દિનેશે બાળકીને વાતોમાં ભોળવી ટેબલ પર બેસાડી હતી અને તેની સાથે અડપલાં કરી છેડતી કરી હતી. બાળકીએ ઘરે જઈ સમગ્ર આપવીતી પરિવારને જણાવતા પરિવારજનો તાત્કાલિક પોલીસ મથકે પહોંચ્યા હતા.













