સુરત શહેરમાં ચોરીના વાહનો અન્ય રાજ્યોમાં વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વરાછા પોલીસે કાનું કામળીયા અને અંકુર વાટલિયા નામના બે શખ્સોની ધરપકડ કરી છે.


2.06 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરીના આઠ વાહનો સાથે 2.06 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી કુલ દસ વાહનો કબ્જે

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ વાહનોની ચોરી કરી તેને અન્ય રાજ્યોમાં વેચી મારતા હતા. આ કેસમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી કુલ દસ વાહનો કબ્જે કરવામાં આવ્યા છે.

 8 ગુનાઓ ઉકેલાયા

આ કાર્યવાહી સાથે વરાછા પોલીસ સ્ટેશનના 7 ગુના અને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનનો 1 ગુનો એમ કુલ 8 ગુનાઓ ઉકેલાયા છે. બંને આરોપીઓ ભાવનગર જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે.

પોલીસની તપાસ શરુ

આ સમગ્ર મામલે વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે.


આ પણ વાંચો----    Gujarat Weather : આગામી 24 કલાક મધ્ય-ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું

  • Follow us on: