સુરતના પોશ ગણાતા ઉમરા વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઘોડદોડ રોડ પર આવેલા સુબોધ નગરના એક લક્ઝુરિયસ બંગલામાં જાણીતા ઉદ્યોગપતિની 28 વર્ષીય પુત્રવધૂએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની વિગત
પ્રાપ્ત માહિતી અનુસાર, 28 વર્ષીય ખ્યાતિ કેજરીવાલે પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી છે. સૌથી કરુણ બાબત એ છે કે ખ્યાતિના લગ્ન માત્ર ત્રણ મહિના પહેલા જ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. હજુ તો લગ્નની મહેંદીનો રંગ પણ ઉતાર્યો નહોતો ત્યાં નવપરિણીતાના આવા અંતિમ પગલાથી કેજરીવાલ પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.













