સુરત ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં રિક્ષા ગેંગને ઝડપી પાડી છે, જે ચાલુ રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવીને ચોરીઓ કરતી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન પાલીતાણા ગેંગના ત્રણ આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે.

મહિલા મુસાફરો ખાસ કરીને ટાર્ગેટ બની

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગેંગ ચોરી કરવા માટે એક મહિલા સાગરીતને સાથે રાખતા હતા, જે મુસાફરોને લક્ષ્ય બનાવીને ચોરી કરાવતી. મહિલા મુસાફરો ખાસ કરીને ટાર્ગેટ બનતી હતી.

મહિલા ચોરની શોધખોળ હજુ ચાલુ

પોલીસે ઘટનાની જાણ થતા તરત જ તપાસ શરૂ કરી અને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે મહિલા ચોરની શોધખોળ હજુ ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર ગેંગના કાવતરાની અને અન્ય જોડાયેલા લોકોને ઝડપી પાડવા માટે તપાસ ચાલુ રાખવામાં આવી છે.


આ પણ વાંચો----   Vadodara: ડોક્ટરની બેદરકારીથી કિશોરીના મોતનો આક્ષેપ, તબીબે બેદરકારી દાખવતા ઓપરેશનમાં કિશોરીના પેટમાં કોટન રહી ગયું હતું