ટેક્સટાઈલ સિટી સુરતમાં કાપડના વેપારીઓ સાથે છેતરપિંડીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. જોકે, સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરતા કાપડ વેપારી પાસેથી કરોડો રૂપિયાનો માલ પડાવી લઈ ફરાર થઈ જનાર કુખ્યાત આરોપી અજય તોલાનીને ઝડપી પાડ્યો છે.
રૂ.1.98 કરોડનો કાપડનો જથ્થો ખરીદ્યો હતો
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી અજયે અત્યંત શાતિર રીતે છેતરપિંડીનું આખું આયોજન કર્યું હતું. તેણે અન્ય વ્યક્તિના નામે બોગસ પાનકાર્ડ બનાવ્યું હતું અને તેના આધારે GST નંબર મેળવીને પોતે મોટો વેપારી હોવાનો ડોળ કર્યો હતો. આ બોગસ દસ્તાવેજોના આધારે તેણે સારોલી વિસ્તારના એક કાપડ વેપારીનો વિશ્વાસ જીત્યો હતો.













