સુરત શહેરના ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ 5 મહિનાની જેલમાંથી મુક્ત થતા જ તેણે જાહેરમાં તમાશો કર્યો હતો. તેણે અને તેના સાગરીતોએ ફટાકડા ફોડ્યા હતા અને કારના કાફલાની સાથે ઉજવણી કરી હતી જેનો વીડિયો પાછો તેણે સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો છે.
વીડિયો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરવામાં આવ્યો
ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. વિડિયોમાં તેણે કેપ્શન મૂક્યું છે કે ડોન એટલે ડોન.... શિવા ઝાલા 5 મહિનાની જેલવાસ પછી છુટ્યો હતો જેલમાંથી છૂટતાં જ તેણે જાહેરમાં તાયફો કર્યો હતો.
