કઠલાલના સરખેજ ગામની સીમમાં ગૌચરની જમીન પરથી રાત્રિના રહસ્યમય સંજોગોમાં એક મહિલાનો ગળું કાપેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક વણજારાવાસની 52 વર્ષીય ભાવનાબેન પ્રતાપસિંહ ડાભી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
બપોરે ભાવનાબેન કોઈ કામ અર્થે બહાર ગયા હતા
પોલીસના જણાવ્યા મુજબ 06 જાન્યુઆરીના બપોરે ભાવનાબેન કોઈ કામ અર્થે બહાર ગયા હતા. સાંજ સુધી ઘરે પરત ન ફરતા અને તેમનો મોબાઈલ ફોન પણ બંધ આવતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી.
પરિવારે રાત્રિ દરમિયાન પણ ભારે શોધખોળ કરી હતી છતાં કોઈ ભાળ મળી ન હતી.
દરમિયાન ગઇ કાલે સવારે સરખેજ ગામની સીમમાં વાત્રક નદીના પટ પાસે આવેલી ગૌચરની જમીનમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પરિવારના સભ્યો સ્થળ પર દોડી ગયા હતા અને તપાસ કરતા મૃતદેહ ભાવનાબેનનો જ હોવાનું ખુલ્યું હતું.
મહિલાના ગળાના ભાગે કોઈ પદાર્થ વડે ગંભીર ઈજાઓ કરી કરપીણ હત્યા
પોલીસ તપાસમાં મહિલાના ગળાના ભાગે કોઈ પદાર્થ વડે ગંભીર ઈજાઓ કરી કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું. ગળામાં હથિયાર વડે હુમલો કરી કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે.
સોનકરણ ચાવડાએ અજાણ્યા શખ્સ સામે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો
મૃતકની પુત્રી સોનકરણ ચાવડાએ અજાણ્યા શખ્સ સામે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. આ મામલે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી છે અને હત્યામાં સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો---- Patan: રાધનપુરમાં હોટલ માલિક પર હુમલો કરનાર ઝડપાયા, 50 લાખની ઉઘરાણી મામલે હોટલ માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો