સુરતના સાયણ વિસ્તારમાં આવેલી કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે વિકરાળ આગ લાગી હતી. થર્મોકોલના દાણા બનાવતી એક ફેક્ટરીમાં લાગેલી આ આગથી સ્થાનિક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. આગના અચાનક ભભૂકતા જ દોડધામ મચી ગઈ હતી.
અગમ્ય કારણસર આગ લાગી
પ્રારંભિક માહિતી પ્રમાણે, ફેક્ટરીમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી. આગ લાગતા ચિંતાનું વાતાવરણ સર્જાયું અને આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
