સુરત શહેરમાંથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સરકારી આવાસ અને નોકરી અપાવવાના બહાને નિર્દોષ લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ખટોદરા વિસ્તારમાંથી 'જનાદેશ' નામનું ન્યૂઝ પેપર ચલાવતા મુખ્ય આરોપી રાજેન્દ્ર ચૌધરી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.


સરકારી આવાસ અને નોકરીના બહાને છેતરપિંડી

આરોપી રાજેન્દ્ર ચૌધરી લોકોને સુરત મહાનગરપાલિકા (SMC) માં પોતાની મોટી વગ હોવાનું જણાવી વિશ્વાસમાં લેતો હતો. તે સરકારી આવાસ અપાવવા માટે ₹12 થી 13 લાખ અને સરકારી નોકરી માટે ₹15 લાખની માંગણી કરતો હતો. અત્યાર સુધીમાં 16 જેટલા ભોગ બનનારાઓ સામે આવ્યા છે, જેમની પાસેથી અંદાજે ₹2.42 કરોડની રકમ ખંખેરી લેવામાં આવી છે.

નકલી ટેકનોલોજીનો ઉપયોગ

લોકોને છેતરવા માટે આરોપી અત્યંત શાતિર રીત અપનાવતો હતો. લોકોનો વિશ્વાસ જીતવા માટે તે વોટ્સએપ પર નકલી 'EC કોડ' મોકલતો હતો, જેથી લોકોને લાગે કે તેમની અરજી અધિકૃત છે. જોકે, તપાસમાં આ તમામ દસ્તાવેજો અને કોડ બોગસ હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો: Sabarkantha: સેવારત્ન પદ્મશ્રી સુરેશભાઈ ઠક્કરનું નિધન, સેવા જગતમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ

  • Follow us on: