ડાયમંડ સિટી સુરતના આંગણે આજે 1લી મે, 2026ના રોજ 66માં 'ગુજરાત ગૌરવ દિવસ'ની રાજ્ય કક્ષાની ઐતિહાસિક અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

પોલીસ પરેડને સલામી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સુરતના Y જંકશન ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શિસ્તબદ્ધ પોલીસ પરેડને સલામી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

 જવાનોની શિસ્તબદ્ધ પરેડ અને દિલધડક સ્ટન્ટ્સ

સુરતના Y જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી યોજાયેલી આ પરેડમાં ગુજરાત પોલીસની 18 પ્લાટુનના 750થી વધુ જવાનોએ ભાગ લીધો હતો. આઇપીએસ ઓફિસર ડો. નવીન ચક્રવતીના નેતૃત્વમાં યોજાયેલી આ પરેડમાં જવાનોના દિલધડક મોટરસાયકલ સ્ટન્ટ્સ જોઈ સુરતીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પોલીસના શૌર્ય અને સાહસની સાથે ગુજરાતની વિકાસગાથા વર્ણવતા વિવિધ વિભાગોના આકર્ષક ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું.

સાંસ્કૃતિક વિરાસત અને દેશભક્તિનો સંગમ

ઉજવણી દરમિયાન વિશ્વ સાંસ્કૃતિક ધરોહર સમાન ગરબા અને આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિએ ગુજરાતની ભવ્ય સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. બોલીવુડ સિંગર ભાવિન શાસ્ત્રીના બેન્ડ દ્વારા પ્રસ્તુત દેશભક્તિના ગીતો અને "જય જય ગરવી ગુજરાત"ના નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. સુરતના માનવ મહેરામણે તાળીઓના ગડગડાટ સાથે પોલીસ જવાનો અને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો..


આ પણ વાંચો---     Bhavnagar : સોની દંપતી હત્યા કેસમાં મોટો ખુલાસો, શ્રવણ બન્યો કસાઈ, પત્ની સાથે મળી માતા પિતાની હત્યા કરી