સુરતના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સીટી લાઇટ રોડ પર આજે એક બહુમાળી ઇમારતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં આવેલા જાણીતા સિદ્ધાર્થ કોમ્પ્લેક્સના ચોથા માળે અચાનાક આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયેલો જોવા મળ્યો હતો.


આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ

મળતી માહિતી મુજબ, સિદ્ધાર્થ કોમ્પ્લેક્સમાં જ્યારે લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક ચોથા માળેથી ધુમાડાના ગોટોગોટા નીકળતા જોવા મળ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂર ધારણ કરી લીધું હતું. કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસો અને દુકાનોમાં રહેલા લોકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા. જેના કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને વોટર કેનનનો કરાયો ઉપયોગ

ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફાયર ફાઇટરો દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને વોટર કેનનનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.સદ્દનસીબે હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી. પરંતુ કોમ્પ્લેકસની મિકલતને મોટું નુકસાન થયું હોવાની આશંકા છે.

આગનું સાચું કારણ જાણવા પ્રયાસ કરાયો

પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જોકે આગ સંપૂર્ણપણે ઠર્યા બાદ જ એફએસએલની તપાસમાં સાચું કારણ બહાર આવશે, ફાયર વિભાગ હાલ એ બાબતની પણ તપાસ કરી રહ્યુ છે કે બિલ્ડિંગમાં આગ સામેની સુરક્ષાના સાધનો કાર્યરત હતા કે નહીં.સુરતમાં વારંવાર બનતી આગની આવી ઘટનાઓ ઇમારતોની ફાયર સેફ્ટી સામે ફરી એક વાર ગંભીર સવાલો ઉભા કરી રહી છે.

આ પણ વાંચોઃ Kutch News: માંડવીમાં પવનચક્કી લઇને જતા ટ્રેલરને નડ્યો અકસ્માત, પાંખડા સાથે ટ્રેલર પલટ્યું


  • Follow us on: