સુરતના લસકાણાના એક તબેલામાંથી ભેળસેળયુકત ઘીનું ગોડાઉન ઝડપાયું છે અને પોલીસે આરોપી અલ્પેશ સાથલીયાને ઝડપી પાડ્યો છે, પોલીસે આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરી છે, 319.54 કિલો ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપ્યો છે અને આ ઘીમાં સોયાબીન અને વેજીટેબલ ઓઈલ મિકસ કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે.
આરોપી ભેળસેળયુક્ત ઘી છૂટકમાં વેચાણ કરતો હતો
પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી આ ઘીનું છૂટકમાં વેચાણ કરતો હોવાની વાત સામે આવી છે, લસકાણા ગામના પીઠાભાઇના તબેલા માંથી ભેળસેળ યુક્ત ઘીનું ગોડાઉન ઝડપી પાડ્યું છે, ભેળસેળ યુક્ત ઘી 319.54 કિલોગ્રામ જપ્ત કરવામાં આવ્યું જેની કિંમત રૂપિયા 79,885 છે, ભેલસેળ યુક્ત ઘી બનાવટ માટે ઉપયોગમાં લીધેલ સર સામાન સહિત કુલ રૂપિયા 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, અન્ય કોણ કોણ સામેલ છે આ બાબતને લઈ તેને લઈ તપાસ કરાઈ છે.
કઈ રીતે ચેક કરી શકાય કે ઘી અસલી છે કે નકલી
ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. ઓરિજનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ જ રહેશે.ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે ઓરિજનલ છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે ઓરિજનલ છે. નકલી ઘી ધીમે-ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે.









