સુરત જિલ્લાના માંડવીમાં મજૂર પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. દીપડાએ યુવક પર જ્યારે હુમલો કર્યો ત્યારે આસપાસ ઘણા લોકો હાજર હતા. જે કારણે લોકોએ બુમરાણ કરતા દીપડો નાસી છુટ્યો હતો. દીપડાના હુમલાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
યુવકની હાલત સ્થિર
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ઝરપણ ગામની સીમમાં મજૂરો શેરડી કાપવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો. જે કારણે આસપાસના લોકોએ બુમરાણ કરી હતી. બુમરાણને કારણે દીપડો નાસી છુટ્યો હતો. આ હુમલામાં યુવકને હાથ અને પગના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ આ યુવકની હાલત સ્થિર છે.













