ગઈકાલે હજીરા સ્થિત એક કંપનીના નિર્માણાધિન પ્લાન્ટ પ્રોજેક્ટ સાઈટ પર કામ કરતા અન્ય કંપનીના કોન્ટ્રાક્ટના કામદારો હડતાળ પર ઉતર્યા બાદ તોફાને ચઢ્યા હતા. પગાર વધારા સહિતની અલગ-અલગ માગણી સાથે હડતાળ પર ઉતરેલા કામદારોનો વિરોધ જોતજોતામાં ઉચ બન્યો હતો. કામદારોએ પ્લાન્ટમાં ઉભેલા વાહનોમાં તોડફોડ કરવા સાથે આગ ચાંપી દીધી હતી.


સવારે હજીરામાં અચાનક માહોલ ગરમાયો હતો

ગણતરીની મિનિટોમાં સંજોગો વણસતા લાગતાં પોલીસે લાઠીચાર્જ અને ટિયરગેસના શેલ છોડી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. હરિયાણાના પાણીપતમાં એક કામદારના મૃત્યુની ઘટનાના પડઘા સુરતના હજીરા ખાતે પણ પડ્યા હતા. મોતને ભેટેલો કામદાર અન્ય કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતો હોવાનું બહાર આવ્યા બાદ કારીગરોમાં હંગામો મચ્યો હતો. આ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ગુરુવારે સવારે હજીરામાં અચાનક માહોલ ગરમાયો હતો.

અન્ય કંપનીના કોન્ટ્રાક્ટના કામદારોએ હડતાળ પર ઉતરી ગયા હતા

પગાર વધારા, મેડિકલ સુવિધા સહિતની માગણી સાથે વિરોધ શરૂ કર્યો હતો. સામાન્ય સૂત્રોચ્ચારથી શરૂ થયેલા કામદારોના વિરોધે જોતજોતામાં ઉગ્ર સ્વરુપ ધારણ કરી લીધું હતું. કામદારોએ વાહનોમાં તોડફોડ અને આગ ચાંપવા સાથે પ્લાન્ટમાં પણ નુકસાન કર્યું હતું. બનાવની જાણ થતા શહેર પોલીસનો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાયો હતો. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 સંસ્થા સામે કેટલીક માગણીઓ રજૂ કરી દેખાવ કર્યો હતો કર્મચારીઓએ

સમગ્ર ઘટનાક્રમ અંગે કંપનીએ જણાવ્યું હતું કે, કંપનીના પ્લાન્ટ પ્રોજેક્ટ સાઈટ પર અન્ય કંપની દ્વારા નિયુક્ત કરાયેલા કામદારોના એક જુથે તેમની સંસ્થા સામે કેટલીક માંગણીઓ રજૂ કરી દેખાવ કર્યો હતો. કંપની મેનેજમેન્ટ કામદારો સાથે ચર્ચા કરીને પરિસ્થિતિને ઝડપથી સંભાળી રહ્યું છે. સ્થાનિક સત્તાવાળા પણ સ્થળ પર પરિસ્થિતિનું સંચાલન કરવામાં જોડાતા સ્થિતિ ઝડપભેર સામાન્ય બની રહી છે.


આ પણ વાંચો : Dwarka News : દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી, જય દ્વારકાધીશના નાદથી ગુંજી ઉઠયું મંદિર પરિસર


  • Follow us on: