શિયાળાની મોસમ જામતાની સાથેજ પોંકવડાના વેચાણમાં વધારો થયો છે. જોકે ચાલુવર્ષે પોંકનો પાક ઓછો આવતા તેમજ વધુ નફો કમાઈ લેવાની લ્હાયમાં કેટલાક વિક્રેતા ભેળસેળ કરીને વેચાણ કરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો મનપાને મળી રહી હતી. જેને ધ્યાને રાખી મનપાના ફૂડ વિભાગે મંગળવારે અનેક સ્થળો પરથી પોંકવડા અને સેવ સહિતના 12 નમૂના લઇ તપાસ હાથ ધરી હતી.


લેબોરેટરીમાંથી સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે

પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ પોંકમાંથી બનાવવામાં આવતી વિવિધ શિયાળાની મોસમ જામતાની સાથેજ પોંકવડાના વેચાણમાં વધારો થયો છે. જોકે ચાલુવર્ષે પોંકનો પાક ઓછો આવતા તેમજ વધુ નફો કમાઈ લેવાની લ્હાયમાં કેટલાક વિક્રેતા ભેળસેળ કરીને વેચાણ કરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો મનપાને મળી રહી હતી. જેને ધ્યાને રાખી મનપાના ફૂડ વિભાગે મંગળવારે અનેક સ્થળો પરથી પોંકવડા અને સેવ સહિતના ૧૨ નમૂના લઇ તપાસ હાથ ધરી હતી. લેબોરેટરીમાંથી સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

આ દુકાનોમાંથી લીધા નમૂના

શ્રી સાંઇનાથ પોંકવાલા - શીતલ ચાર રાસ્તા, અડાજણ પાટિયા
શ્રીરામ પોંકવડા- પટેલવાડી, રંગીલા પાર્ક, ઘોડદોડરોડ
શ્રી દત્તાત્રેય પોંકવડા અને લીલાપોંક - પટેલ વાડી, ઘોડદોડ રોડ
સાંઇનાથ પોંકવડા સ્ટોલ - પટેલ વાડી, ઘોડદોડ રોડ
શ્રી જય અંબે પોંકવડા સ્ટોલ - પટેલ વાડી. ઘોડદોડ રોડ
નવી જનતા પોંકવડા સ્ટોલ- ન્યૂ પોંક નગરી, તાપી રિવરફ્રન્ટ
શ્રી જય અંબે પોંકવડા સ્ટોલ- જનતા ડેરીની સામે, રૂસ્તમપુરા
સાંઇ આનંદ પોંકવડા - ન્યૂ પોંક નગરી, તાપી રિવરફ્રન્ટ
સત્કાર પોંકવડા સ્ટોલ - ન્યૂ પોંક નગરી, તાપી રિવરફ્રન્ટ
દત્તાત્રેય પોંકવડા - ન્યુ પોંક નગરી, તાપી રિવરફ્રન્ટ


  • Follow us on: