સુરતના અલથાણમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે, શિવ રેસિડન્સીના પાર્કિંગની દીવાલ ધરાશાયી થઈ છે અને સાઇટના ખોદકામમાં સોસાયટીની દિવાલ ધરાશાયી થઈ છે, મોડી રાત્રે ખોદકામ દરમિયાન બની ઘટના અને ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની નહી, સોસાયટીની બાજુમાં ચાલી રહ્યું છે કન્સ્ટ્રક્શનનું કામ.
સુરતના અલથાણ વિસ્તારમાં દિવાલ ધરાશાયી
સુરતના અલથાણામાં શિવ રેસિડન્સીના પાર્કિંગની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે, રાજ લક્ષ્મી ગ્રુપના નિર્માણાધીન પ્રોજેક્ટના ખોદકામમાં સોસાયટીની દિવાલ ધરાશાયી થઈ હતી, અને કન્ટ્રકશન કામ ચાલી રહ્યું હતુ તે દરમિયાન આ ઘટના બની હતી, પતરાનો શેડ અને દિવાલ બન્ને ધરાશાયી થઈ હતી, ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
ઘટના બનતા લોકોમાં ગભરાહટ જોવા મળી હતી
ઘટના બનતાની સાથે લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે, જો કે કોઈ શ્રમિક કામ કરતા ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી, આસપાસના ફલટેના લોકોનો આક્ષેપ છે કે, જયારે કામ ચાલતું હોય છે ત્યારે ફલેટમાં ઘણીવાર ધ્રુજારી પણ થતી હોય છે, અને બિલ્ડર આ મામલે કોઈ વાતચીત ફલેટના સ્થાનિકો સાથે કરે અને નિરાકરણ લાવે તેવી સ્થાનિકોની માગ છે.









