સુરતમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. જે માટે બેદરકારીથી વાહન ચલાવતા ચાલકો જવાબદાર હોય તેવા કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આવામાં વધુ એક આવો જ કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ભય સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.


ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના નવાગામ વિસ્તારમાં એક રિક્ષા રોડની સાઈડમાં ઉભી રાખી ચાલક અંદર બેઠો હતો, આ દરમિયાન એક આઈશર દ્વારા આ રિક્ષાને પાછળથી ટક્કર મારવામાં આવી હતી. આ ઘટના બાદ આઈશર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.

પોલીસે આઈશર ચાલકને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આઈશર રીક્ષાને પાછળથી ટક્કર મારે છે, અને ટક્કર માર્યા બાદ વાહન સાથે ફરાર થઈ જાય છે. આ મામલે રિક્ષા ચાલક દ્વારા તાત્કાલિક ધોરણે ડીંડોલી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે આઈશર ચાલકને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે. આ અકસ્માતમાં રિક્ષાને નુકસાન થયું હતું.




 CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી 


આ ઘટનાની જાણ મળતા જ ડીંડોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી. હાલ પોલીસ દ્વારા ફરાર આઈશર ચાલકને ઝડપી લેવા માટે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આવા બેદરકાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરીને વાહન તેમજ લાઈસન્સ જપ્ત કરવામાં આવે, તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. પોલીસ આ મામલે રિક્ષા ચાલકની ફરિયાદના આધારે વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો - Surat News : સુરતના પલસાણામાં કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે, જુઓ Video


  • Follow us on: