પલસાણામાં લાગેલી આગમાં કેમિકલ ભરેલ ટેન્કર પણ આગની ચપેટમાં આવ્યું છે અને કંપનીમાં અન્ય એક ટેમ્પો પણ આગની ચપેટમાં છે, કેમિકલ કંપની હોવાથી આગ વધુ બની વિકરાળ અને ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે છે, ફાયર ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


[[$googlead]]

સુરતના પલસાણામાં આગની ઘટના

માખીગા ગામે કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગી છે, શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં લાગી આગ અને ચાલુ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી છે, કેમિકલ ભરેલ ટેન્કર પણ આગની ચપેટમાં આવ્યું છે. બારડોલી,કડોદરા,કામરેજ,સચિન સહિતની ફાયરની ટિમો આગ પર કાબુ મેળવવાં પ્રયાસ કરી રહી છે, કંપનીમાં કેમિકલ હોવાથી આગ બની રહી છે વિકરાળ.

ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નહી

આગ એટલી વિકરાળ હતી કે કેમિકલનું ટેન્કર પણ તેની ઝપેટમાં આવી ગયું હતુ અને દૂર દૂર સુધી આગના ગોટા જોવા મળ્યા હતા, કેમિકલની આગ હોવાથી પાણીને બદલે સ્પેશિયલ ફોર્મનો ઉપયોગ કરીને ફાયર બ્રિગેડના જવાનો આગ ઠારવાના પ્રયાસો કરી રહ્યા છે. સાથે જ પલસાણા પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો.

[[$alsoread]]


આ પણ વાંચો : Rajkotમાં સૌની યોજનાથી પાણી આપવા કરાઈ માગ, જુઓ Video


  • Follow us on: