સુરતના ડુમસ વિસ્તારમાં બિઝનેસમેન દીપક ઇજારદાર દ્વારા તેમના પુત્રના જન્મદિવસની ઉજવણી જાહેર રસ્તા પર કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન જાહેરમાં મોટા પાયે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જેના કારણે રસ્તો રોકાયો હતો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.જ્યારે એક વાહનચાલકે રસ્તો રોકવા બાબતે રજૂઆત કરી ત્યારે તેને ધમકાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે દિપક ઈજારદાર સામે કાર્યવાહી કરી છે.


પોલીસે દિપક ઈજારદારને કાયદાનું ભાન કરાવ્યું

સુરતના ડુમસમાં જાહેરમાં ફટાકડા ફોડી પુત્રના જન્મ દિવસની ઉજવણી કરતાં આખો રોડ બાનમાં લેનારા બિઝનેસમેન દિપક ઈજારદાર સામે પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે માત્ર જાહેરનામા ભંગનો ગુનો નોંધી દિપક ઈજારદારને કાયદાનું ભાન કરાવ્યું છે. આ ઘટનાના કલાકો વીતી જવા છતાં તાત્કાલિક કાર્યવાહી ન કરવામાં આવતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા હતાં.

જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી

તે સમયે ડુમસ પોલીસ સ્ટેશનના PI વી.એન.ભરવાડે જણાવ્યું હતું કે, વાયરલ વીડિયો હાલ તપાસ હેઠળ છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ અને ફટાકડાના નિયમોના ઉલ્લંઘન બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સંદેશ ન્યૂઝ દ્વારા આ સમગ્ર અહેવાલ પ્રકાશિત કરાતા પોલીસે બિઝનેસમેન દિપક ઈજારદાર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Suratના ડુમસમાં ઉદ્યોગપતિ દીપક ઇજારદારનો પુત્રના જન્મદિવસ પર રસ્તા પર મચાવ્યો હંગામો


  • Follow us on: