આરોપી બાઇક ઉપર બેસાડી પોતાના ઘરે લઈ ગયો હતો અને 2થી 3 દિવસ સુધી અવારનવર શરીર સબંધ બાંધ્યો હતો, કતારગામ પોલીસે આરોપી સંજય વણકરને ઝડપ્યો હતો અને પુરાવાઓ એકત્રિત કરી કોર્ટેમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી અને કોર્ટે તમામ પુરાવાઓના આધારે આરોપીને સજા ફટકારી છે.
કતારગામ વિસ્તારમાં 16 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા
આરોપી સંજયકુમાર અમૃતભાઇ વણકરને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે, ગત 6 એપ્રિલ 2024ના રોજ ભોગ બનનારને પોતાની બાઇક ઉપર બેસાડી પોતાના ઘરે લઈ ગયો હતો અને જ્યાં બાળકી સાથે બે થી ત્રણ દિવસ સુધી અવરનવર શરીર સબંધ બાંધ્યો હતો, જે મામલે આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધતા કતારગામ પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી, આરોપી વિરુદ્ધ પોલીસે તમામ પુરાવાઓ એકત્રિત કરી કોર્ટેમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી, જે મામલે કેસ ચાલતા આજરોજ નામદાર કોર્ટે દ્વારા તમામ પુરતા પુરાવાઓ આધારે આરોપીને સજા ફટકારી છે.
