કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ‘જી રામજી’ યોજનાના અમલીકરણ અને તેના ફાયદાઓ વિશે જણાવતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના અંતિમ શબ્દો 'રામ' હતા, પરંતુ કોંગ્રેસે ક્યારેય તેમના આ આદર્શો કે નામને સ્વીકાર્યું નથી, માત્ર તેમના ફોટાનો રાજકીય ઉપયોગ કર્યો છે.
મનરેગામાં ભ્રષ્ટાચાર અને નવા ફેરફારો
સી.આર. પાટીલે ઉમેર્યું કે કોંગ્રેસ મનરેગા યોજના પોતાની હોવાનો દાવો કરે છે, પરંતુ ભૂતકાળમાં આ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હતો. મનરેગામાં મજૂર હંમેશા મજૂર જ રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ યોજનામાં સમયાંતરે અનેક સુધારા કરવામાં આવ્યા છે. હવે 'જી રામજી' યોજના હેઠળ લોકોને 100ના બદલે 125 દિવસની રોજગારી આપવામાં આવશે.













