સુરતમાં આજે સેલિબ્રિટીઓનો જમાવડો થયો હતો. આજથી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જેની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન, પૂર્વ ક્રિકેટર સચિન તેંડૂલકર સહિતના સ્ટાર આવી પહોંચ્યા હતાં. પાલ કાંસામાં અમિતાભ બચ્ચનને જોવા ભીડ ઉમટી હતી. ભીડમાં અફરાતફરી મચી જતાં પાલ કાંસામાં એન્ટ્રી ગેટના કાચ તૂટ્યા હતાં.


સુરતના બિઝનેસમેનના ઘરે અભિતાભ ગયા હતા

અમિતાભ બચ્ચન સુરતમાં એક બિઝનેસમેનના ઘરે ગયા હતાં. બચ્ચનને જોવા માટે લોકોની ભીડ જામી હતી. સુરતમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે યોજાઈ રહેલી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં વિવિધ ટીમોના માલિકો બોલિવૂડના અભિનેતાઓ છે. જેમાં સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ, સૈફ અલી ખાનનો સમાવેશ થાય છે. આ લીગમાં દેશમાંથી આઠ ટીમો ભાગ લેશે. જેમાં સુરતના ચાર ખેલાડીઓનો પણ સમાવેશ કરાયો છે. આ ટુર્નામેન્ટમાં 10 10 ઓવરની મેચ રમાય છે. આ ઈવેન્ટની આજે ઓપનિંગ સેરેમની હતી. જેમાં અમિતાભ બચ્ચન, સૂર્યા, સચિન તેંદૂલકર, રામ ચરણ અને હ્રિતિક રોશન હાજર રહ્યાં છે.


આ પણ વાંચોઃ Narmada News : રાજપીપળા વન્યજીવ તસ્કરી કેસ, 37 વાઘના ચામડા અને 133 નખ મળતા ખળભળાટ


  • Follow us on: