VNSGU કેમ્પસમાં કલ્પતરૂ આરોગ્ય ધન અને સેવા કેન્દ્ર, પુનઃનિર્મિત નર્મદ સ્મૃતિ ભવન તથા પુનઃનિર્મિત ડાઇનિંગ હોલનું લોકાર્પણ તેમજ યુટિલિટી ભવન, મ્યુઝિયમ અને સ્ટાર્ટઅપ ભવનનું ભૂમિપૂજન કરાયું હતું.


મહેનત દ્વારા વ્યક્તિ પોતાનું, પરિવારનું અને દેશનું ભવિષ્ય ઉજ્જ્વળ બનાવી શકે છે

આ પ્રસંગે કન્વેશન હોલમાં આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણની સાથોસાથ જીવનમાં પ્રેક્ટિકલ નોલેજ અત્યંત જરૂરી છે. પ્રેક્ટિકલ જ્ઞાનથી યુવાનો સ્વવિકાસ સાધી પરિવાર અને દેશને આગળ લઈ જઈ શકે છે. જીવનમાં સપનાઓ સાકાર કરવા માટે આયોજનબદ્ધ મહેનત જરૂરી છે. યોગ્ય યોજના બનાવી પોતાના સપનાઓ પર સતત કાર્ય કરવું જોઈએ. મહેનત દ્વારા વ્યક્તિ પોતાનું, પરિવારનું અને દેશનું ભવિષ્ય ઉજ્જ્વળ બનાવી શકે છે.

મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

સંઘવીએ કહ્યું કે,વીર કવિ નર્મદે સમાજ સુધારણા અને શિક્ષણના આજીવન હિમાયતી રહ્યા હતા, ત્યારે વીર કવિ નર્મદના નામથી સ્થાપિત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પારદર્શી શિક્ષણથી આગવી ઓળખ ઉભી કરી છે. અહીં આરોગ્ય કેન્દ્રના નિર્માણને કારણે વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે. તેમણે વધુમાં જણાવ્યું કે, દેશને વિકસિત બનાવવામાં ગુજરાત ગુજરાતનું બહુમૂલ્ય યોગદાન રહેશે. સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના કારણે વિદ્યાર્થીઓના સપનાઓ સાકાર થઈ રહ્યા છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓ યુવાનોને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી રહી છે. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. એન. ચાવડા, કુલસચિવ ડો.રમેશદાન ગઢવી, વિદ્યાર્થીઓ, મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : Kheda News : ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણનું ચોંકાવનારું નિવેદન, દિવ્યાંગો માટે જે કામ સરકારે કરવું જોઈએ એ કામ અહીં સંતો કરે છે


  • Follow us on: