સહકારી રાજકારણથી પાટીદારોને દૂર કરાઇ રહ્યાં છે, તેવું અલ્પેશ કથિરીયાએ કહ્યું છે, સહકારમાંથી પાટીદારોનો એકડો કાઢી નાખવાનું કામ, દૂધસાગર ડેરીમાં 21.18 ટકા મતદાર સામે 2 ડિરેક્ટર અને EWS લાગુ નહી કરાય તો પાટીદારોનું રાજકીય પતન થશે તેવી વાત સામે આવી છે. EWS લાગુ થાય તો 10 ટકા અનામત મળી શકે છે તેવું કથિરીયાનું કહેવું છે.
https://twitter.com/varunpateloffic/status/1994730498078449801
આ મુદ્દે ચૂંટણીપંચમાં પણ રજૂઆત કરાઇ છેઃ કથિરીયા
ભાજપના પાટીદાર નેતા વરુણ પટેલે નિસાસો નાખ્યો છે, વરુણ પટેલના નિવેદનને પાટીદાર નેતા અલ્પેશ કથેરીયાનું સમર્થન છે, અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, ગુજરાતના સહકારી રાજકારણમાં પાટીદારોનો એકડો કાઢી નાખવાનું કામ ભાજપની સરકારમાં થઈ રહ્યું છે. મહેસાણા દૂધસાગર ડેરીમાં સૌથી વધુ 21.18 ટકા મતદારો હોવા છતાં નિયામક મંડળમાં માત્ર બે પાટીદારોને ડિરેક્ટર બનાવાયા છે, હજુ પણ, પાટીદારો નહીં જાગે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવો જ માહોલ જોવા મળશે.
EWS લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારોનું રાજકીય પતન થઈ જશે !
કથિરીયાનું કહેવુ છે કે, વરૂણ પટેલની વાત સાચી છે પાટીદાર સમાજની સાથે 68 થી પણ વધારે જ્ઞાતિ છે, EWS લાગુ થાય તો 10 ટકા અનામત મળશે પરંતુ જો લાગુ ન થયા તો નુકશાન થઈ શકે છે, જે મામલે ચૂંટણી પંચમાં પણ રજૂઆત કરવામાં આવી છે.
EWSને અનામતને ક્ષત્રિય સંકલન સમિતિએ ટેકો જાહેર કર્યો છે
પાટીદાર સમાજની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં EWSને અનામતને ક્ષત્રિય સંકલન સમિતિએ ટેકો જાહેર કર્યો છે. પાટીદાર સમાજે EWS લાગુ પડવા કરેલ માંગણીઓ યોગ્ય છે. આ મુદ્દો એક સમાજ નો નથી ક્ષત્રિય સમાજ પણ એમાં આવે છે.પાટીદાર સમાજની ચિંતન શિબિરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં EWS અનામતનો રહ્યો. આ બેઠકમાં OBC, SC અને ST સમુદાયની જેમ EWS માં આવતા લોકોને પણ રાજકારણમાં અનામત મળે તેવી પ્રબળ માંગણી ઉઠી છે.
આ પણ વાંચો : વાંચો સવારના 8 થી 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર