સુરતમાં ચંદ્રશેખર બ્રિજ પર બાઈક પર પિતા, પુત્રી અને માતા પસાર થઈ રહ્યા હતાં. આ દરમિયાન બાઈકનું બેલેન્સ બગડતા બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું. જેથી ત્રણ લોકો બ્રિજ પરથી નીચે પટકાયા હતાં. આ ઘટનામાં પિતા અને પુત્રીનું મોત થયું હતું. જ્યારે માતાને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. સમગ્ર ઘટનાને લઈને રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


સુરતમાં બ્રિજ પરથી પટકાતા પિતા-પુત્રીનું મોત

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં ચંદ્રશેખર બ્રિજ પરથી બાઈક પર પસાર થતાં પિતા, પુત્રી અને માતાને અકસ્માત નડ્યો છે. બાઈકનું બેલેન્સ અચાનક બગડી જતાં બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું. આ દરમિયાન ત્રણેય જણાં બ્રિજ પરથી નીચે પટકાયા હતાં. પિતા અને પુત્રીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જયારે માતાને ઈજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ અકસ્માતગ્રસ્ત પરિવાર સુરતના સૈયદપુરામાં રહે છે અને જ્વેલર્સના ધંધા સાથે સંકળાયેલો છે.


આ પણ વાંચોઃ Gujarat News: રાજ્યમાં અચાનક વધ્યા ઈમરજન્સી કેસ, સાંજે 06 વાગ્યા સુધીમાં 492 કેસ નોંધાયા


  • Follow us on: