સુરતના પાંડેસરા વિસ્તારમાં ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી યુવકને ગંભીર ઇજા પહોંચી હતી.


 પતંગની દોરી વાગતા ગંભીર ઇજા પહોંચી

સુરતના પિયુષ પોઈન્ટ વિસ્તારમાં બાઈક પર જઈ રહેલા એક યુવકને પતંગની દોરી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. યુવક પોતાની માતા સાથે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક દોરી ગળા અને ચહેરાના ભાગે ફસાઈ ગઈ હતી.

ચહેરા પર 20થી વધુ ટાંકા લેવા પડ્યા

અકસ્માતમાં યુવકને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના ચહેરા પર 20થી વધુ ટાંકા લેવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

વાહનચાલકોને પણ સાવચેત રહેવા સૂચના

ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી થતાં અકસ્માતોને લઈ શહેરમાં ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકો દ્વારા પ્રશાસનને માંગ કરવામાં આવી છે કે ઘાતક દોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વાહનચાલકોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવે.


આ પણ વાંચો----   Amit Shah In Gujarat : ઉત્તરાયણ પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યા ભગવાન જગન્નાથના દર્શન

  • Follow us on: